*.*.*.* સપ્તમ અભ્ર *.*.*.*

*.*.*.*    સપ્તમ અભ્ર    *.*.*.*

 

સાતમું આકાશ,

પાર્વતી સોસાયટી

ગણેશ રોડ, શિવ સર્કલ,

સત્કર્મ જનરલ સ્ટોર ની સામે,

વિષ્ણુ નગર,

સ્વર્ગ – 008.

 

420/ડી,

રાક્ષસ કો. ઓ. હાઉસિંગ સોસાયટી,

દાનવ ચૌક, ત્રીજું પાતાળ,

પાપી પીપલ ઈન્સુરેન્સ કંપની ની ડાબી બાજુ,

રાહુ-કેતુ માર્ગ, નેતા નગર (પશ્ચિમ),

નર્ક – 003.

 

પ્રિયા મિત્ર રમેશ.

     નમસ્તે, કેમ છે? તારો પત્ર મને બે મહિના પહેલાજ મળી ગયો હતો. પણ, સ્વર્ગમાં ચૂંટણી થવાની હતી  તેથી આવા ગંભીર વાતાવરણમાં તને પત્ર ન લખી શક્યો. બીજી વાત એ છે કે અહીં પત્ર પોસ્ટ થતા ઘણી વાર લાગે છે. અહીંનો પત્રવ્યવહાર તો ભારતની સરકાર કરતા પણ ધીમો છે. પણ, છોડ, તારો પત્ર મારા સુધી પહોંચી ગયો એજ મોટી વાત છે.

     હું આ પત્ર તો અહીંનું વર્ણન કરવા લખું છું. તે પણ તારા પત્રમાં નર્કનું વર્ણન કર્યું હતું. ટેરો પત્ર વાંકીજ ટેરો હાલ સમજી ગયો. નર્કમાં તને તારા પાપોની સજા મળે છે. અરે, નર્કમાં ક્લાસીસ શરુ થયા છે કે પોતાની સજા કઈ રીતે સહન કરવી! હું વિચારતો હતો કે એવા ક્લાસીસ નીકળવા જોઈએ જે આપણને સત્કર્મો કરતા શીખવાડે. જો સત્કર્મો કરીયે તો પૂણ્ય મળે અને પાપ ન થાય, ત્યારે આવા ક્લાસીસની જરૂરજ ન પડે.

     અહીં તો સ્થિતિ વિપરીત જ છે. લોકો પોતાની નહિ, પૂણ્યોની વાતો કરે છે. મોટા ભાગના દેવો તો અંગ્રેજીમાં વાતો કરે છે. હું આશ્ચ્ર્યમાં પડી ગયો કે આટલું સરસ અંગ્રેજી બોલતા દેવોને શીખવાડયું કોણે?

     ઘણા દિવસો બાદ સમજાયું કે સ્વર્ગમાં પણ ઇંગલિશ સ્પીકિંગ કોર્સ શરુ થયા છે. પૃથ્વી પરથી કેટલાક લોકોને સ્વર્ગમાં લાવ્યા, તેઓ ખરેખર અંગ્રેજી શીખવાડતા હતા., બાકી બધા તો ફક્ત પોતાનો ધંધો કરતા હતા. આમ નર્કમા દાનવો, રાક્ષસોને પણ સારું એવું અંગ્રેજી બોલતા આવડે છે કારણકે મોટા-મોટા ઇંગલિશ સ્પીકિંગ કલાસિસનો ધંધો ચલાવનારા નર્કમાં પોતાનો ધંધો લઇ બેઠા છે.

     સ્વર્ગમાં તો હવે પ્રગતિ થઇ છે. કમ્પ્યુટર અને ઇન્ટરનેટની મદદથી આજે ચિત્રગુપ્તઃઓનું કામ સરળ થઇ ગયું છે. મુખ્યત્વે વધુ ચિત્રગુપ્તઃઓની ભરતી આઈ.ટી વિભાગમાંથી જ થાય છે. ધનના દેવ, રાજાઓના રાજા  કુબેર પણ આંકડા-નોંધ (ડેટા-એન્ટ્રી) માટે બેંકો માંથી કેટલાક ઉપરી અધિકારીઓની નિમણુંક કરી છે. સ્વિઝર્લેન્ડથી  પણ કેટલાક ચૂંટાયા છે. પણ, દુઃખદ વાત એ છે કે આયકર વિભાગના અધિકારીઓ જે સક્ષમ, કુશળ અને ચતુર હતા, તેમને કોઈ પણ પ્રકારનો આવકારો ન આપતા, બિન-સરકારી બેંકો તરફ વધુ લક્ષ્ય કુબેર ભગવાને આપ્યું છે. સુખદ વાત એ છે કે આ વર્ષની ચૂંટણી ફરી વિષ્ણુ દેવ જીતી ગયા છે. ચૂંટણી પછી શું, સ્વર્ગમાં નવી ચમક આવી. ડીજીટાલીઝશનનો પડઘો ગગનભેદી રહ્યો. હવે સ્વર્ગમાં ઠેક-ઠેકાણે ફ્રી વાઇ-ફાઈ છે. કેટલાક દેવોના હાથમાં આજના નવા સ્માર્ટફોને જોવા મળે છે. પણ. હજું સ્વર્ગમાં આઈફોન આવ્યો નથી. એપલ કંપનીનો માલિક અમારા બાજુના વાદળામાં જ રહે છે. તે હજુ નવા આવિષ્કારો કાર્ય કરે છે પણ તેને પોતાનો ધંધો અહીં સ્વર્ગમાં ખીલવવાનું મન નથી. , મોટા ભાગનું કામ હવે ઇન્ટરનેટની મદ્દતથી થાય છે. હું પણ તને ઈમેલ મોકલવાનો હતો પણ શું કરું, એક કાગળ પાર કલમની ટોચથી, સ્યાહીના રેલા કરી પોતાની વાતો કરવાની એક જુદીજ મઝા છે.

     હવે દેવીઓનું કામ સરળ થઇ ગયું છે. કલાકો સુધી જે હરોળમાં ઉભા રહી પગ દુઃખી જતા તે હવે કાર્ય ઘર બેઠા થાય છે. માટે જ કમરની મુશ્કેલીઓ ઉદ્ભવી છે. હવે દેવીઓને સસ્તા ભાવમાં નવા વસ્ત્રો, નવા આભૂષણો ઓનલાઇન મળી રહે છે.

     હા, આ સેલની વાતોથી યાદ આવ્યું કે સામેના વાદળ પર જ નવું મેકડોનાલ્ડ ખુલ્યું છે. ખબર નથી શુંથયું, ત્યાં કોઈ જતુંજ નથી. લાગે છે કે પૃથ્વી પર રહી ત્યાં ફાસ્ટ ફૂડ ખાવાથી થતી હાનીઓ હમણાં સમજાઈ છે.

     આપણા મહાત્મા ગાંધીજીએ પૃથ્વી પર રહી આપણા ભારત દેશને આઝાદ કરવામાં ખુબ જ મોટી ભૂમકઇક ભજવી છે અને સવર્ગમાં રહી આજે પણ પ્રવચનો આપે છે. સમજાવે છે કે જીવન શું છે, જીવન પછી મૃત્યુ નિશ્ચિત છે તો મૃત્યુ પછીના આ જીવનમાં એવું શું કરવું જેથી ફરી મૃત્યુના દ્વારે ન ઉભા રહેવું પડે, તે બધું સમજાવે છે. ઘણી મઝા આવે છે.

     ગાંધીજી હજી નથી બદલાયા. હજુ પણ સવારે વહેલા ઉઠી પ્રાર્થના કરે છે અને તેમની પ્રાર્થના સાંભળવા અનેક દેવી-દેવતાઓ આવે છે. તેમને ખાદી કાંતવાનું હજુ ચાલુ રાખ્યું છે. અન્ય લોકો, ખાદી કેવી રીતે કાંતવી તે શીખવા ગાંધીજી પાસે આવે છે. ખાસ કરીને એવા લોકો આવે છે જેમની મોંઘા-મોંઘા કપડાની મોટી-મોટી દુકાનો હતી. તેઓ આજે સમજ્યા છે કે વિદેશી કાપડ કરતા તો ખાદી જ સર્વશ્રેષ્ઠ છે.આ વખતે મેં પણ ખાદી ભંડારમાંથી ખાદીનો એક કુર્તો મંગાવ્યો હતો. ભાગ્યવશ તે દિવસે બીજી ઓક્ટોબર હતી માટે સાથે મને એક સુંદર ભેટ પણ મળી. (ભેટ એક પત્ર હતો જે રંગીન કાગળમાં વીંટાળ્યો હતો.) તેમાં લખ્યું હતું, “ખાદી પહેરો, ગાંધી બનો.” પછી પાછળ, કાગળના નીચલા ખૂણામાં, ખુબ જ ઝીણા અક્ષરોમાં લક્હ્યુ હતું કે, “ખાદી પહેરવાથી, ખાદી જેવા શુદ્ધ મનુષ્ય નથી બની જવાતું.”

     હવે ઘણી ગંભીર વાત હું કહેવાનો છું. સ્વર્ગમાં સારો એવો ખોરાક મળવો મુશ્કેલ થઇ ગયું છે. સારું ભોજન એટલે (ભિન્ન-વિભિન્ન, ભાવતી-મનગમતી વાનગીઓ.) અપેક્ષા હતી કે પૃથ્વી પરથી જયારે સ્વર્ગમાં જશું ત્યારે અસંખ્ય, સરસ, સ્વાદિષ્ટ વ્યંજનોના અણધાર્યા સ્વાદ માણવા મળશે. પણ, અહીંના રસોઈયાઓ નરકમાં કામ કરવા જતા રહ્યા છે. તેઓ કેહતા હતા કે, “સ્વર્ગમાં ઘણા ઓછા લોકો રહે છે, પણ જયારે નરકમાં ધરતી પરથી ત્રણ ગણી વધુ વસ્તી છે. માટે અમે થોડા લોકો માટે અલગ-અલગ, મનગમતી વાનગીઓ અને ભોજનનો સાચો આનંદ લોકોને આપીએ.” થોડું ગળું સાફ કરતા, ” અમે એના કરતા નરકમાં પોતાની સાચી કળા દાખવીએ, તેમાં બધા નો ‘પ્રેમ- આનંદ’ હા કે નહિ?” આમ રસોઈયાઓ પોતાની કળા દાખવવા નરકમાં ચાલ્યા ગયા છે, માટે દેવોમાટે ભોજન અહીં પૃથ્વીથી આવેલી કેટલીક સ્વર્ગવાસી માતાઓ, સાસુ-વહૂપ બનાવે છે. દેવી-દેવતાઓ પણ ઘરના સ્વાદનો આનંદ લે છે. ખાસ કરીને સાસુઓ અને વહુઓ પર દેખરેખ પણ રખાય છે જેથી ભોજનમાં (ભૂલથી) વધુ મીઠું, વધારે પડતો ગરમ મસાલો ન પડી જાય. સાંભળ્યું હતું કે એક વાર જાણીજોઈને એક વહુએ વધુ લાલ મરચું દાળમાં ભભરાવી દીધું હતું. એક દેવીને ખબર પડતા જ તેને સજા આપવામાં આવી. આજે તે પૃથ્વી પર જય રોજ-રોજ એકનું એક જ કાવત્રું, તેની તેજ દલીલોથી ભરપૂર એક ટી.વી. સીરિયલમાં તેને આંસુઓ વહાવવાનું કામ મળ્યું છે.

     અહીં કેટલાક ગાયકો છે, સંગીતકારો છે, જેમનું સંગીત અમર છે. તેમના સૂરોથી રોજ રાત્રે મેહફીલ જામે છે. કાલે રાત્રે પણ મેહિલ જામી હતી. મોટા-મોટા નેતાઓ, દિગ્ગજો, દેવી-દેવતાઓ સજી-ધજી શકુંતલાનું નૃત્ય જોવા આવ્યા હતા. ઇન્દ્ર ભગવાનને અપ્સરાઓમાં શકુંતલા જ વધુ પ્રિય હતી. પણ, તે દિવસે ઇન્દ્ર ભગવાન ત્યાં હાજર ન હતા.

     ઇન્દ્ર ભગવાન મિટિંગમાં ગયા હતા. જ્યાં દુનીયાંનાં કેટલાક દુકાળગ્રસ્થ ક્ષેત્રોમાં વરસાદ કરાવવાની માંગ લઇ અનેક લોકો પહોંચ્યા હતા. શું કરવું? આપણે જ્યાર સુધી દુનિયામાં હતા ત્યાર સુધી સરકારે દુકાળ શબ્દ અંસામ્ભળ્યો કર્યો હતો.. પણ હવે ઇન્દ્ર ભગવાન પોતાની લીલાથી અનેક દેશોમાં વરસાદ કરશે એવી જાણ થઇ. આ મિટિંગના બહાને ઇન્દ્ર ભગવાનનો ઑટોગ્રાફ અને ફોનમાં ફોટોગ્રાફ મળી ગયો. ‘સેલ્ફી’ નામક શબ્દ હજુ સ્વર્ગમાં શોધાયો ન હતો કે એમ કહી શકાય કે તે સેલ્ફી નામક રોગ હજુ સ્વર્ગ સુધી પહોંચ્યો ન હતો. સારું છે નહિ તો અહીં સ્વર્ગમાં પણ… છોડ આપણે શું કરવું છે.

     બીજું તો હું કહેતો હતો કે નરકમાં અનેક નેતાઓ છે. (મોટા-મોટા નેતાઓ). તે પત્રમાં એ પણ લખ્યું હતું કે નરકમાં રાજકારણનો મોટો પાયો પણ વિકસ્યો છે. મને આ વાત સાંભળી ઘણું આશ્ચર્ય થતું.

     આપણા ભારત દેશના નેતાઓએ ભારતની અડધા ભાગની સંપત્તિ લૂંટી લીધી પણ પછી સમજાયું કે જીવન જીવી, પૈસા મેળવી, કેટલું કરશું? જીવનનો અંત તો છેજ જનમ્યા ખાલી હાથે અને જવાના ખાલી હાથે. કદાચ, નેતાઓને ખાલી હાથ રાખવા ગમતા નથી માટે નરકમાં પણ પાપોના પ્રાયશ્ચિતના નામે કૌભાંડો કરે છે. આ વખતે નેતાઓ પૈસા નહિ, પુણ્યો મેળવે છે. પણ, અહીં નેતાઓને ગાડી, ખુરશી થોડી મળશે. અહીં તો એક જ લીડર છે, એક જ નેતા છે જે ગાડી પર બેઠા બેઠા બધા પર નજર રાખે છે. ઈશ્વર જ તો છે જે નેતાઓને પોતાની સરકાર સ્વર્ગ કે નર્કમાં બનાવવા નથી દેતા.

     અરે! આપણે જયારે પૃથ્વી પર હતા ત્યારે હું ઋષિકેશ ગયો હતો. ત્યાં કોઈ બહુ જ મોટા નેતા આવ્યા હતા અને જયારે હું ગંગામાં ડૂબકી મારવા જતો હતો ત્યારે જ તે નેતાએ પોતાના કપડાં કાઢી જોરથી ગંગામાં કૂદકો માર્યો અને મારા પર પવિત્ર પાણી ઉછળ્યું. તે નેતાની વાતો મેં સાંભળી. તે બોલતો હતો કે, ” હે ગંગા માતા, મારા બધા પાપ તું ધોઈ નાખ… (થોડા ધીમા સ્વરે) – જેથી હું બીજા પાપો કરી શકું, મારે નરકમાં નથી જવું. સાંભળ્યું છે કે જે ખુરશીની મનોકામના રાખી હોય તે ખુરશીથી જ મારવામાં આવે છે! રામ-રામ મારી તો બસ એક જ પ્રાર્થના છે ગંગા માતા, મારા બધા પાપો તમે તમારા પવિત્ર જળથી ધોઈ નાખજો.” આ સાંભળી હું અચરજમાં પડી ગયો. પછી ડૂબકી મારી હર હર ગંગે બોલ્યાં…

     આપણી ભારત સરકારે તેજ પવિત્ર ગંગાને શુદ્ધ કરવા કેટલાક કરોડોની યોજના બનાવી છે. ફક્ત યોજના છે. પણ, આજે ગંગા અશુદ્ધ છે અને તે આપણા કારણે. ગંગા કઈ કચરો, ફૂલ, વગેરેથી અશુદ્ધ નથી પણ મનુષ્યોના પાપોથી અશુદ્ધ છે. ગંગા માનવીઓના પાપો ધોઈને મેલી થઇ ગઈ છે. પાછો આરોપ રામ ભગવાન પર મનુષ્યોએ નાખ્યો છે, કે ‘રામ તેરી ગંગા મેલી’ અને હાજી પણ સ્વર્ગમાં કેટલાક વકીલો આ કેસ લઇ બેઠા છે. પણ વકીલોનું તો શું, દલીલો કરે ત્યારે કામ આવે, દલાલી કરે તો નાઈ. ‘તારીખ પે તારીખ’ આ વાક્ય બીજા કોઈ પણ વાત કરતા વધારે સંભળાય. કેસો આવે ને જાય. પણ આ કેસ… છોડ ને આપણે શું કરવું છે.

     રમેશ, હવે આ જીવનમ શું છે તે સમજાતું નથી. પૃથ્વી પર જીવ્યા તે જીવન હતું કે મૃત્યુ પછી અહીં સ્વર્ગ અને નર્ક વચ્ચે ડોલતા, આકાશમાં રહેલા વાદળ પર જીવીએ છીએ તે જીવન છે? વિજ્ઞાનતો પૃથ્વી પર પણ હતું. મનુષ્યોએ જ વિજ્ઞાન ઘડ્યું છે. પણ વિજ્ઞાન તરફ જતા મનુષ્યને ઘડનારા ઈશ્વરને ભૂલતા જય રહ્યા છીએ. મનુષ્યોનો જન્મ થાય છે, બાળકથી પ્રૌઢ બને છે. પરોઢથી વૃદ્ધ થતા જીવન ક્યાં સમાપ્ત થાય છે તેની જાણ નથી રહેતી. આખું જીવન શીખતાં આવીએ છીએ કે સારા કર્મો કરવાથી સ્વર્ગમાં જવાય છે અને જો ખરાબ કર્મો કરીએ તો નરકમાં પાપોની સજા મળે છે. વાતતો સાચી છે. પણ, આખું જીવન ઈશ્વરને મળવા અને સારા કર્મ કરીશું અને સારું થશે એવી અપેક્ષાઓમાં જ ગુજરી જાય છે. આજે વિદ્યાર્થીઓને નેવું ટકે કોલેજમાં એડમિશન નથી મળતું. એતો આપણું ભાગ્ય છે જે જીવનની મેરીટ લિસ્ટમાં આપણું નામ ચણાયેલું હતું. માટે જ સ્વર્ગમાં ને નર્કમાં ભરતી થઇ. નહીંતર ક્યાંક ભટકતા રહ્યા હોત.

     પણ, રમેશ હજી એક સવાલ મનમાં અનુભવોના કમાનથી છોડેલા વિચારોના તીરની જેમ પેસી જાય છે કે જયારે પૃથ્વી પર હતા ત્યારે જીવન જીવ્યા, મૃત્યુ પામ્યા… પછી ફરી ઈશ્વરે સ્વર્ગમાં નવું જીવન આપ્યું. હવે ફરી જીવન જીવીએ છીએ? શું આ જીવન છે? આ મોટા પ્રશ્નની પાછળ રહેલો પ્રશ્નચિન્હ દાતરડાની જેમ મન પર અસંખ્ય ઘા આપે છે.  વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

     આમ તો અહીં સ્વર્ગમાં મોડર્નાઈઝેશન સાહરુ થયું છે, ફ્રી વાઇફાઇ છે, મેહફીલ છે, મઝા છે, પણ આ બધું તો પૃથ્વી પર પણ હતું. તે પહેલાના જીવનમાં પણ મઝા હતી, મિત્રો સાથે, પોતાના લોકો સાથે. હાજી નથી સમજાતું. રમેશ કે આ જીવન છે શું? સાંજ જ્યાં આઠમી જતા તમસ ફેલાઈ છે તેમ શું પરોઢના પહેલાનું અંધારું પણ નિરાશાવાદી ગણાય?

     સાચું જ છે કે આપણો જન્મ થાય છે અને આપણા અંદર આત્મા હોય છે. મૃત્યુ પછી આપણી આત્મા સ્વર્ગવાસ કરે છે અને આપણું શરીર રાખ બની બસ ભૂતકાળમાં એક ઘટના બની જાય છે. પછી આપણી આત્માને બીજું શરીર મળે છે. ઈશ્વર કધાચ આવું એટલે જ કરે છે કારણ ઈશ્વરે જ મનુષ્ય ઘડ્યા છે અને કુંભારના રીતે જ માટલું બનાવી જો એ તૂટે તો તેજ માટીથી નહિ પણ નવી, શુદ્ધ માટીથી નવા ઘડાનું સર્જન કરે છે. ઈશ્વર કલ્પનાશીલ છે, અનુભવી છે અને ખાસતો સૌથી મોટો કલાકાર છે. બાંધી વસ્તુમાં નવું સર્જન કર્યું છે. ઈશ્વર કદાચ આપણાથી એ જ ઈચ્છે છે કે આપણું નવું સર્જન ઠહાય, ઈશ્વર કુંભાર છે અને આપણે ઘડા.

     બસ, આપણે જન્મો લઈએ, અનુભવો મેળવીયે, મૃત્યુ પામીએ અને આપણી આત્માને નવું શરીર મળે અને તે શરીર ફરી જન્મ લેશે, અનુભવો મેળવશે, મૃત્યુ પામશે. આમ ક્રિયા ચાલતી જ રહેશે. આજ કુદરતનો મહિમા છે અને આમાં જ ભગવાનની કળા રહેલી છે. આજ જીવન છે પણ સાચું કહું તો રમેશ આ સ્વર્ગ નથી.

     આપણે મનુષ્યો જ્યાં જઈએ  ત્યાં પોતાના મગજથી પોતાની વસ્સ્તઉઓ ઘડી દઈએ છીએ. આપણે પણ કઈ ઓછા નથી. સ્વર્ગમાં પણ વિજ્ઞાન-તંત્રજ્ઞાન, મૉડેરનાઈઝશન લાવી આપણે જ સ્વર્ગને મનુષ્યના રહેઠાણમાં પલટાવીએ છીએ.

     મનુષ્ય ત્યાં જ જીવનનો સાચો અનુભવ કરી શકે જ્યાં બીજા મનુષ્યો છે, મનુષ્યોએ બનાવેલી વસ્તુઓ છે અને મનુષ્ય ત્યાંજ સુરક્ષિત છે જ્યાં મનુષ્યોએ પોતાની નગરી ઘડી છે.

     રમેશ, સાચું સ્વર્ગ તો આપણી પૃથ્વી જ છે, ધરતી, આપણી અવની છે. આ જગત જ આપણું સ્વર્ગ છે અને આ શાંતિપૂર્ણ સ્વર્ગ જ આપણું જીવન છે. માટે જ ઈશ્વર આપણને જન્મ આપે છે, જેથી આપણે નવા જન્મો લઈએ, નવા અનુભવો મેળવીયે અને આ બગાડતા જતા જગતને સુધારવા નવા વિચારો લાવીએ. આપણું અસ્તિત્વ આ કુદરતથી જ છેઅને આપણા વિના કુદરતજ શી કામની. માટે જ ઈશ્વરે બધું સુવ્યવસ્થિત ઘડ્યું છે અને ગોઠવ્યું છે. જેથી મનુષ્યને જીવન શું છે તે ખબર પડે.

     પણ હજુ પણ મનમાં કેટલાક વિચારો છે, અસંખ્ય સવાલો છે જેના જવાબ હવે ફક્ત ઈશ્વર પાસે જ છે.

   અમારા સ્વર્ગની ફિલ્ડ ટ્રીપ આવતા મહિને નર્કમાં થશે, મને જરૂર મળજે. તારી પણ ટ્રીપ કદાચ સ્વર્ગમાં થશે. પણ છોડ. તારા કુટુંબીઓને મારા પ્રણામ કહેજે.

     મળશું ત્યારે મનમાં રહેલા અસંખ્ય સવાલોની આપલે કરશું. જવાબો ભલે ન મળે પણ સવાલોને સમજવામાં જ મઝા છે. વિચારું છું કે મારા સવાલોથી ભરેલો પત્ર હું ઈશ્વરને મોકલું. પણ પછી વિચાર આવે, છોડને આપણે હું કરવું છે! આપણે તો જીવીએ જ છીએને – ‘સ્વાર્ગમાં’. રમેશ પત્ર લખતો રહેજે. મળીશું કોક વાર. જલ્દી મળીશું.

તારો ખાસ મિત્ર,

સ્વર્ગવાસી – ___________

 

દિગંત જી. સુરતી

 

મારી આ વાર્તા ચાર વર્ષ જૂની છે જે પત્ર વાંચન સ્પર્ધમાં પ્રસ્તુત થઇ હતી. આ વાર્તા વાંચવા તમારો ખુબ ખુબ આભાર.

 

 મારી વાર્તા “તોરણે બાંધ્યા તારા” પણ વાંચો.

વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો,

https://digantsurti.wordpress.com/2017/06/11/%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE/

 

મારી વાર્તા ‘સમુદ્ર મંથન દ્વિતીય’ પણ વાંચો.

વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો,

https://digantsurti.wordpress.com/2017/11/27/%E0%AA%B8%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A5%E0%AA%A8-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF/

 

મારી લઘુકથા ‘મહાનુભાવો મચ્છરો’ પણ વાંચો.

વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો,

https://digantsurti.wordpress.com/2016/10/06/%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%AD%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%B0%E0%AB%8B/

 

મારી લઘુકથા ‘પુસ્તકાલય’ પણ વાંચો.

વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો,

https://digantsurti.wordpress.com/2017/06/11/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF/

હવે મારો બ્લોગ ત્રણ ભાષામાં ઉપલ્ભધ – આપણી માતૃભાષા ગુજરાતી તો ખરીજ પણ ત્યાર બાદ હવે હિન્દી અને અંગ્રેજીમાં પણ.

www.digantsurti.wordpress.com

વાંચતા રહો…

તમારા બીજા ગુજરાતી મિત્રોને પણ આ વાર્તા જરૂર મોકલો.

શેર, કોમેન્ટ, લાઈક જરૂર કરો.

ધન્યવાદ

 

— દિગંત સુરતી 

 

 

 

 

SD                                                                                          D.J.Surti

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s