*.*.*.* સમુદ્ર મંથન – દ્વિતીય *.*.*.*

*.*.*.*  સમુદ્ર મંથન – દ્વિતીય  *.*.*.*

        ખુબજ મોટો દિવસ હતો, સુરજ આળસ કાર્ય વગર સમયસર ઉઠ્યો અને પોતાના કિરણોથી અન્ય જગ્યાએ અજવાળું કરતા, પૃથ્વી પર કાગાનીંદર લેતા મનુષ્યોને જગાડી પોતાનું વિટામિન આપવાનું શરુ કર્યું. આજે સાચી કસોટી થવાની હતી. જે કઈ પણ હાથમાં આવે તે લઇ સતર્ક રેહવાનું હતું, જેથી જયારે સમુદ્ર મંથન થાય, તેમાંથી અવનવી વસ્તુઓ નીકળે ત્યારે તેને ઝીલવા, હડપી લેવા, બીજાને પાડવા, ખેંચવા માટેના ઓજારો તૈયાર હોય. અસંખ્ય લોકો મન મક્કમ કરી તત્પર ઉભા હતા. કોઈએ પોતાના હાથ આગળ કાર્ય, કોઈએ ચાદરો ફેલાવી રાખી જેથી ઝીલી શકાય. કોઈએ તો માછલી પકડવાની વિશાળ જાળ પણ તૈયાર કરી. મોટા-મોટા વૈજ્ઞાનિકોએ કરોળિયાના જાળિયા પર સંશોધન કરી વિક્રાટ સ્પાઇડર વેબ બંધાવી. તો કેટલાક બસ ઉત્સાહ પૂર્વક જોતા રહ્યા. અડધા ભાગની જનસંખ્યા તો પ્રોત્સાહન આપવા સિસોટીઓ ને પીપૂડાઓ લઇ આવી હતી.

        રાજધાની પાસે સ્થિત એક ભવ્ય ખાડીમાં પચાસ ફુટ લાબું પૂતળું મુકાયું, જે કોઈ સામાન્ય માણસનું ન હતું પણ સ્વતંત્રતાની લડત અહિંસાથી લડનારા બહાદુર વ્યક્તિનું હતું. તેને ચોવીસ કેરેટની ઘણી લાંબી અને જાડી સોનાની ચેનથી વીટળાવ્યું અને બે જૂથ બન્ને બાજુ વહેંચાઈ ગયા.

        તે જૂથ વિશ્વના સૌથી મોટા બે જૂથ હતા. એક વામપક્ષી અને બીજા જમણેરી. બન્ને તદ્દન જુદાજ વિચારો ધરાવતા.
કોઈએ ઈશ્વરનું નામ લીધું, કોઈએ પોતાના માલિકનું, કોઈએ પોતાના ગુરુનું તો કોઈએ વડીલોનું. ને આમ શુભ મુરત જોઈ દ્વિતીય સમુદ્ર મંથન શરુ થયું.

        વામપક્ષીએ ખેંચવાનું ચાલુ કર્યું, જમણેરી જૂથે સામો જવાબ આપ્યો. વારાફરથી દમ લગાવી ખેંચતા ગયા. લોકોના પ્રોત્સાહનના નારા અને બંને જૂથમાં રહેલા લોકોના ચહેરા પરની ઉત્કંઠા અને શ્રમના કારણે શરીરે શરીરમાંથી નીકળતી ગર્જના આ બધાનું દ્રશ્ય અવિસ્મરણીય હતું. ઘણાતો આ દ્રશ્યની સેલ્ફી પાડતા પાડતા તે ખાડીમાં પડી ગયા. ઘણા વધુ ઉત્સુક થઇ હાર્ટ એટેકથી બેહોંશ થયા. પણ જે જોમ જોવા મળ્યું તે આટલા વર્ષોમાં કોઈ પ્રકારના સંપમાં જોયું ન હતું.

        આખરે થોડા સમય બાદ ખાડીનું પાણી ધ્રૂજ્યું. અંદરથી એક ભયંકર અવાજ આવ્યો જાણે હવાઈજહાજ ઉતર્યું હોય. જોતજોતામાં એક મોજું ઉછળ્યું અને નાનકડી પ્લાસ્ટિકની બોટલ બહાર તારી આવી.

        તે બોટલ પર લખાયું હતું, “આ વિશ જે ગ્રહણ કરશે, તે મૃત્યુ પામશે. તે બોટલમાં વિશ હતું. જમણેરી જૂથે તે બોટલ ઉપાડી અને ખોલીને જોયું. કોઈ ઢોર મૃત્યુ પામ્યું હોય તેવી દુર્ગંધ આવી રહી હતી અને તેથી તેમાંથી વિષ ખાલી કરવાનો પ્રયત્ન જમણેરી જૂથના એક સદસ્યએ કર્યો. તેટલામાંજ ઉછળીને એક વ્યક્તિ આવ્યો અને હાથમાંથી તે બોટલ ઝાપટી લઇ ગટગટ પી ગયો. જોતજોતામાંજ તેનું મૃત્યુ થયું ને તે જમીન પર સપાટ થઇ ગયો. તેનું શરીર લીલું પડી ગયું.

        આ જોતાજ વામપક્ષી સદસ્યોએ કાગારોળ કરી મૂકી. કે આવી બેદરકારી જમણેરી પક્ષથી થઇ જ કઈ રીતે શકે. આમ એક બીજા પર કાદવ ઉછાળવાનું શરુ થયું. તે વ્યક્તિ આખરે કોણ હતું? આવો પ્રશ્ન કેટલાક લોકોએ પૂછ્યો. ખબર પડી કે તે વ્યક્તિ બીજું કોઈ નહિ પણ એક સાધારણ વિદ્યાર્થી હતો. જેને અસંખ્ય વાતોનો સામનો કર્યો હતો. પેહલી વાત – ઓછા ટાકા આવવા, બીજી વાત – કોલેજમાં મશ્કરી થવી, ત્રીજી વાત – કોઈ મિત્ર ન હોવા, ચોથી વાત – આ જગની બેરાશ. ઉતાવળમાં તે માટે શોક સભા પણ થઇ, તેને મોક્ષ મળ્યો અને બધું ફરી ચાલુ થયું. બીજા રત્નની શોધમાં ફરી ખાડી મંથન શરુ થયું. આ વખતે કઈ શુભ થવાની અપેક્ષા હતી.

        ખાડીમાંથી ઉત્સાહ પૂર્વક ઉછાળીને એક શ્વેત, સ્વચ, તંદુરસ્ત એવી ઐશ્વર્યા, ધન, સંપત્તિથી સંપૂર્ણ માતા ગાય નીકળી. બધાના ચેહરા પર તેજસ્વીતા પ્રાસરાય. બધા ખુશ થયા અને પ્રણામ કરવા લાગ્યા. અચાનકજ ગાય ગાંડી થઇ ગઈ અને આમ-તેમ દોડવા લાગી. મોટા સાધુઓ, તાંત્રિકો, બાવાઓને બોલાવીને તેને શાંત કરવામાં આવી. એક ભરવાડ આવી ત્યાં થોડું ઘણસ મૂકી ગયો, એક બ્રામ્હણ આવી ત્યાં થોડી રોટલીઓ મૂકી ગયો જેના પર શુદ્ધ ગાયનું ઘી લગાડયું હતું. એક કુસ્તી કરનાર પહેલવાન આવી ત્યાં થોડા સોના-ચાંદીના મેડલ્સ મૂકી ગયો. તે ગાય સંતુષ હતી અને તેના પાસેથી બધુંજ મળી આવતું. લોકો કંઈને કંઈ તે ગાયને અર્પિત કરતા જેથી ગાય માતાની કૃપા બની રહે. આખરે એક દલિત યુવાન આવ્યો અને એક પાનાં પર ચામડાનાં ઉદ્યોગ સમ્બન્ધિત આંકડાઓ લઇ આવ્યો, પોતાના ચામડાના ચપ્પલ, બેલ્ટ, ઘડિયાળનો પટ્ટો આદિ ગાયના સમક્ષ મૂક્યું, પછી પોતાના શરીરે લાગેલા ઘા ગાય માતાને બતાવ્યા. ગાય માતાએ “આમમમ” એમ અવાજ કર્યો અને વામપક્ષી જૂથ તરફ દોડી ગઈ. જમણેરી જૂથને આક્રોશ થયો અને પેલા પેલા દલિતના ઘા જોઈ આનંદ પણ થયો. પણ, આખરે તે ગાયની દશા એવી હતી કે તેને પોતાની ચિંતા ન હતી પણ બીજા પ્રાણીઓની ચિંતા હતી તેથી તે દૂખી હતી અને આમ તેની તેજસ્વીતા ઓસરી જતી હતી.

        ત્યાર બાદ ખાડીમાંથી ખુબ ગતિમાં દોડતા સાત ગધેડા નીકળ્યા. તે સાત ગધેડાનું વિભાજન એક મોટા નેતાએ કર્યું જેનું માનવું હતું કે સમાનતા લાવવી હોય તો ભાર પણ સરખી રીતે વહેંચવો જોઈએ. આમ ભાર ઊંચકવા માટે ત્રણ-ત્રણ ગધેડા બંને પક્ષને મળ્યા અને જે છેલ્લે સાતમો ગધેડો બચ્યો જેને બાજુ પર રાખવામાં આવ્યો. જેથી આ જગતમાં ચાલતો દુષ્ટ વ્યવહાર, રાજકારણ, દામ્ભિક વર્તનના બહારથી જો કોઈ ગધેડો થાકે તો તેની જગ્યા આ સાતમો ગધેડો લઇ લે.

        પછી ખાડીમાંથી નીકળ્યો ચતુર્દન્ત હાથી. તે હાથી વિશાળ ન હતો. કદાચ તે શિશુ હાથી હતો. તે મદનિયું દોડા-દોડ કરતુ હતું. બંને પક્ષે મળીને તેને કાબુમાં લાવ્યું. તેના ચાર દાંત પર ચાર શબ્દો લખ્યા હતા. ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારો.
મોટા વૈજ્ઞાનિકોએ શોધેલી દવાથી તે માંડણીયાને બેહોશ કરવામાં આવ્યું. જોત-જોતામાં બંને જૂથના સદસ્યો આરી-કરવત લઇ આવ્યા અને બેહોશ થયેલા હાથીના બચ્ચા પર ચઢી તેના ચાર દાંત કાપવાની મથામણમાં લાગ્યા. ખુબ લોહી નીકળ્યું. થોડીજ ક્ષણોમાં તેના ચાર દાંત બંને પક્ષોના હાથમાં હતા. એક જણે જોયું તો હાથીનું બચ્ચું હોંશમાં આવી રહ્યું હતું. તે જોઈ બધા ડર્યા અને નાસ-ભાગ કરવા લાગ્યા. તે હાથીનું બચ્ચું ઉઠયું અને બેઠું થયું, ઉભું ન થવાયું અને વહેતા લોહીના કારણે તેનું અવસાન થયું. આ વાતથી વામપક્ષી જૂથના સદસ્યોએ શોક દર્શાવવા બંને હાથી દાંત- સમાનતા અને સ્વતંત્રતા, હાથીના બચ્ચાંની સમાધિ પાસે અર્પિત કાર્ય.

       આ તકનો લાભ લઇ જમણેરી જૂથના સદસ્યોએ મળી તે ચારે હાથી દાંતના હથોડા વડે ટુકડે-ટુકડા કરી વિશ્વના એક ટાકા જનસંખ્યામાં વેહચી દીધા. વામપક્ષી જૂથ આ દ્રશ્ય જોતું રહયું પણ અવાક રહયું અને ક્રોધને સકારાત્મક બળ તરીકે ઉપયોગ કરી વધુ જોરથી ખેંચવાનું શરુ કર્યું. ત્યારે જ એક મણિ નીકળ્યો જે ફરી જમણેરી જૂથે લઇ લીધો. એના પછી, કલ્પનાવૃક્ષ નીકળ્યું.

        આ વૃક્ષ બસ કલ્પના હતી, જેવી કલ્પના કારીઓ તેવું એ બની જતું. જમણેરી જૂથે તે વૃક્ષ એક પૈસા ઉગાવનારું વૃક્ષ હોય તેમ કલ્પના કરી. વામપક્ષીએ કલ્પના કરી કે તેના પર કઈ ઉગેજ નહિ, બસ તે ઝાડ તેમનું તેમ જ રહે જેથી બધાને સરખો છાંયડો મળી શકે. એક પછી એક, બંને જૂથ કલ્પના કરતા ગયા, વૃક્ષ તેમ બદલાતું ગયું. પણ મુશળધાર વર્ષ અચાનક થવા લાગી. બધા વરસાદથી બચવા તેજ ઝાડના નીચે આવી ઉભા રહ્યા. કલ્પના કરો, બે પૂર્ણ વિરોધી વિચાર વાળા એક ઝાડના નીચે! આપણે તો બસ એક છાપરાના નીચે વિરોધી વિચાર વળી સાસુ અને વહુની જ કલ્પનામાંથી ઊંચા નથી આવતા.

        આ વૃક્ષ બસ કલ્પના હતી, જેવી કલ્પના કારીઓ તેવું એ બની જતું. જમણેરી જૂથે તે વૃક્ષ એક પૈસા ઉગાવનારું વૃક્ષ હોય તેમ કલ્પના કરી. વામપક્ષીએ કલ્પના કરી કે તેના પર કઈ ઉગેજ નહિ, બસ તે ઝાડ તેમનું તેમ જ રહે જેથી બધાને સરખો છાંયડો મળી શકે. એક પછી એક, બંને જૂથ કલ્પના કરતા ગયા, વૃક્ષ તેમ બદલાતું ગયું. પણ મુશળધાર વર્ષ અચાનક થવા લાગી. બધા વરસાદથી બચવા તેજ ઝાડના નીચે આવી ઉભા રહ્યા. કલ્પના કરો, બે પૂર્ણ વિરોધી વિચાર વાળા એક ઝાડના નીચે! આપણે તો બસ એક છાપરાના નીચે વિરોધી વિચાર વળી સાસુ અને વહુની જ કલ્પનામાંથી ઊંચા નથી આવતા.

        ખુબ મુશળધાર વર્ષા થઇ અને વીજળીઓ થવા લાગી. એક વીજળી સીધી જય વૃક્ષ પર પડી અને પળવારમાં તે વૃક્ષ બળી રાખ થઇ ગયું. બધા ત્યાંથી ખાંસી ગયા. એક બીજાને ગાળો આપવા લાગ્યા. ત્યાંજ એક વિદ્વાન માણસ આવ્યો અને પ્રવચન આપ્યું જેમાં તેને એમ ઉમેરી કહયું કે કલ્પના કરો તો સ્વના હિત માટે નહિ પણ સમસ્તના હિત માટે. આ સાંભળી વામપક્ષી જૂથે તાળીઓના ઘોંઘાટથી તે વિદ્વાનની પ્રશંશા કરી અને જમણેરી જૂથના સદસ્યો નિરાશાના વમળમાં ફસાયા.

        પણ હિંમત હાર્યા વગર મંથન ચાલુ રાખ્યું અને એક પછી એક ચાર રાતનો નીકળ્યા. એક નૃત્ય કરનારી સ્ત્રી નીકળી જેને નૃત્ય કરી દરેકનું હૈયું હરિ લીધું. ત્યારે બધા ચૂપ રહ્યા, કોઈએ કઈ કહ્યું નહિ. તે ચાલી ગયી કારણ તે નૃત્યના બદલામાં તેને પૈસા મળ્યા. “નૃત્ય તો એક કળા હતી તે આજે વેચવા લાગી, એ પણ પૈસાથી, ન પ્રશંશા, ન માન-સમ્માન.” આવું બોલનારા એક યુવક પર, દારૂના સિચર નરકમાં ડૂબેલા લોકો તૂટી પડયા.

        પછી તો હજું એક ઝાડ નીકળ્યું જે પારિજાત ફૂલ આપતું. બધાએ તેનો તિરસ્કાર કર્યો કારણ લોકોને લાગ્યું. આ સદીમાં કુદરતી તત્વો કોઈ મદદ નથી કરી શકતા. આમ પારિજાતનું ઝાડ આપમેળેજ કરમાઈ ગયું.
એક દેવી પણ નીકળી જેને ખાદીના અંદર પાંચોં સમાવું પડ્યું. તે દેવી વારુણી દેવી હતી, સલામતી વગર રસ્તા પર સુતા લોકો પર ગાડીઓ ચઢી જતી, ઘરની ગૃહિણીઓ પર અત્યાચાર થતા ને આમ સમાજમાં નશો તો ફેલાયેલો હતો જ માટે વારુણી દેવીનું કામ પહેલેથી જ પૂર્ણ હતું. આમ તે ચાલી ગયી અને પછી તેજ નશામાં, વધુ જોરથી બંને જૂથ વ્હલોવવા લાગ્યા. આ વખતે ચંદ્રની જગ્યાએ મંગળનો એક ટુકડો બહાર આવ્યો.

        તે બંને જૂથ મંગળ પર જવા માટે ટાયર થયા, બંને જૂથ તેના પર પહોંચ્યા, ઝગડા શરુ થયા કે કોને પેહલા પગ મુક્યો. પણ ત્યાં રહેઠાણ બનાવવા લાયક વાતાવરણ છે કે નાઈ તેની ચકાસણી થઇ. બધું શુભ હતું અને પહેલેથીજ તૈયાર કરેલું મંગળયાન કેટલાક કુટુંબ સહીત મંગળ પર મોકલી પણ દીધું. ફરીથી રાજકારણ શરુ થયું, કે આ મંગળની બાબતમાં શ્રેય કોને મળશે. વૈજ્ઞાનિકો, રાજકારણીઓ, નેતાઓ, સામાન્ય વ્યક્તિઓ એ મળી સુલેહ કરી અને અંતે નક્કી થયું કે પૃથ્વીનો જયારે અંત થશે ત્યારે બધા હળી માંડીને મંગળ પર રહેવા જશે, ત્યાંજ જીવશે.

        ત્યાર બાદ વધુ ઉત્સાહ અને બળપૂર્વક ખેંચવાથી સ્વયં લક્ષ્મીમાતા બહાર આવી. બધા લોકો અચરજમાં પડી ગયા. તેમને વિશ્વાસ ન થયો કે લક્ષ્મી માતાની હાલત શું થઇ ગઈ હતી. લક્ષી માતા દુઃખદ સ્વરમાં બોલી, “નમસ્તે, હું લક્ષ્મી છું.” આ સાંભળી જ જમણેરી જૂથ બોલ્યું, “પણ તમે તો રૂપાળા હતા ને? તમને આ શું થયું?” આ સાંભળતાજ લક્ષ્મી માતા ડુસકા ખાતા રડી પડી. વામપક્ષી જૂથ દિલાસો આપવા પાસે ગયું. જમણેરી જૂથના સદસ્યના ચેહરા પર પણ ગંભીરતા પરાવર્તિત થઇ. જોતજોતામાં બધાની આંખોંમાં આંસુ આવ્યા. ના, લક્ષ્મી માતાનું દુઃખ જોઈ નહિ પણ હવે જે લક્ષ્મી શ્વેત ન રહી હતી તેના ડરથી બધા રડી પડયા હતા.

        બધાએ મન મજબૂત કર્યું. ધૈર્ય રાખ્યું, હિમ્મત રાખી હવે ફરી પ્રયત્ન શરુ કાર્ય. આ વખતે તરતજ સપાટી પર એક વસ્તુ આવી ગઈ. તે હતી એક નાનકડી સીટી. બધા પ્રસન્ન થયા કે આવી નાનકડી સીટી મળી હતી. આ સીટી વામપક્ષી જૂથે લઇ લીધી. વારાફરથી સદસ્યો વગાડવા લાગ્યા, ખુબ મઝા આવવા લાગી.

        પણ કઈ જુદું લાગી રહ્યું હતું. એમ લાગતું ગાતું જાને મોટું ગ્રહણ આવવાનું છે. આ તો સ્વાભાવિક વાત હતી કે આટલું મંથન કર્યા બાદ કોઈ પણ નારાજ થાય. કદાચ સમુદ્ર જે આટલા વર્ષો પછી એક ખાડી બની ગઈ હતી, આજે લાગે તે આખી ખાડી પણ શોષાઈ જવાની હતી. ધરતીકંપ થયો, બધા કંપી ઉઠ્યા. સોનાની ચેન જે બંને પક્ષોએ પકડી હતી તે છોડી દીધી અને બધા પોતાનો જીવ બચાવવા દોડધામ કરવા લાગ્યા. તે મૂર્તિ પર ફાટ પાડવા લાગી. વધુ ધ્રુજારી થઇ. હવે સમસ્ત પૃથ્વી હાલી રહી હતી. તે મૂર્તિથી ન સેહવાયું અને તે તૂટી ગઈ. તેનો ભૂખો થયોને ખાડીમાં વિલીન થઇ ગયો. સોનાની મોટી ચેન પણ ખાડીમાં ડૂબી ગઈ.

        બધા પ્રાર્થના કરવા લાગ્યા, કોઈ પોતાના કુટુંબને લઇ ચિંતામાં એક ઠેકાણે એકમેકને વળગી બેઠા રહ્યા. ખાડીમાં ભયાવહ ઘુઘવાટ થયો. એક ગગનભેદી ગર્જના થઇ અને ખાડીના પાણીને ચીરી એક વિરાટ દેવ ધન્વંતરિ પ્રગટ થયા, જેમના હાથમાં એક સામાન્ય માનવી બેસી શકે તે કાળની એક સામાન્ય લાકડાંથી બનેલી, સાવ સાદી દેખાતી ખુરશી હતી.

        બધાની નજર તેમના તરફ ગઈ. બધું સ્થિર થયું. સમુદ્રના રાજા દેવ ધન્વંતરિ મોટા સ્વરમાં બોલ્યા, “તો બોલો મારા પુત્રો, શું tame હવે પ્રસન્ન થયા?” બધાની હિમ્મત તો ન થઇ ‘હા” પાડવાની પણ હૃદયના દરેક ધબકારા બસ તે ખુરશીના નામે ધડકતા હતા. બધાને જાણ હતી કે આટલી માથામાં, આટલી મહેનત, આટલા પ્રયત્નો પછી કઈંક મોટી, વિશાળ, દિવ્ય એવી વસ્તુ પ્રાપ્ત થશે. તેની તૃપ્તિ અવિસ્મરણીય હશે. તે વસ્તુ પામવાની તૃષા બધાને હતી.

        પણ સામાન્ય માનવી માટે તે ખુરશી ફક્ત ખુરશી જ હતી, જેના પર નેતા બેસ્ટ. પણ તે બંને જૂથ માટે આ ખુરશી એક તક હતી. તક એ સ્વર્ગનું તાળું ખોલનારી, તક તે વિજય મેળવવાની, તક – જીવન સાફલ્યની. આજ ખુરશી તક હતી દુનિયા પર વર્ચસ્વ પ્રસ્થાપિત કરવાની.
પણ, ધન્વંતરિ દેવનું મોઢું લાલ-પીળું થઇ ગયું. તેમને અચાનક કંઈ તકલીફ થઇ ગઈ. તેમના હાથથી ખુરશી છટકી ગઈ. દેવ ગભરાયા. પણ તેમની હાલત વધુ બગડી, તેમને ઉલ્ટી જેવું થવા લાગ્યું.

        પણ તેમની તબિયતની ચિંતા કાર્ય વગર બંને જૂથ ખુરશી પર તૂટી પડ્યા. ખેંચાખેંચી થઇ. કોઈએ કોઇના વસ્ત્રો ફાડી નાખ્યા તો કોઈના માથા પરની વીગ ખેંચી કાઢી, તો કેટલાકના હાથ-પગ ભાંગ્યા. કેટલાક તો ખુરશી લઇ પકડ-પકડી રમી રહ્યા હતા. વાત મારામારી પર આવી. બીજી બાજુ ધન્વંતરિ દેવને જોરજોરથી ઉલ્ટી થવા લાગી અને આ બાજુ બંને જૂથ વચ્ચે ધમાસાણ યુદ્ધ શરુ થયું. એક વિશાળકાય પૂર આવ્યું. જેમાં બધા તણાવા લાગ્યા. બધા તરત તરત પણ ખુરશી માટે લડતા હતા. બંને જૂથ એક બીજાને ડુબાડવાનો પ્રયત્ન કરતા હતા. આખરે ધન્વંતરિ દેવે ઉલ્ટી કરી દીધી અને તેમાંથી એક પ્લાસ્ટિકની બોટલ બહાર આવી, જે ખાલી હતી, તેના પર બૂચ ન હતું. એક માણસે જોયું તો ખબર પડી કે આ તેજ બોટલ હતી જેમાં વિશ હતું. આમતેમ બોટલ ફેંકવાના કારણે પૂર આવ્યું હતું, હવે તો બધું વધારે ગુંચવણ ભર્યું થયું હતું. ગાય, ભેંસ, બકરા, ઘેટાં, કુતરા, મરઘાં બધા પાણીમાં તણાય રહ્યા હતા. હાઅથહીન ચાર દાંતના ટુકડાઓ પણ, તે દારૂની અસંખ્ય બોટલો, સાતે ગધેડાઓ અને તેનો ભાર, વૃક્ષની રાખ ને મંગળનો ટુકડો, તે પારિજાતનું વૃક્ષ, અપ્સરા, સિસોટી બધુજ પાણીમાં તણાય રહ્યું હતું.

        કોઈએ વિચાર્યું ન હતું કે આ ક્રાકારના શુભ અને હિતના કાર્યમાં અંતે પ્રલય આવશે, માનવતાનો પ્રતાપ માટીમાં ભળી જશે ને માનવીના મસ્તિષ્કની મહિમા અને તેની પ્રતિષ્ઠા જોત-જોતામાં વમળ બની સમુદ્રની તળેટી સુધી પહોંચી જશે. દરેક સત્કર્મમાં યશ પ્રાપ્ત નથી થતો એ વૈશ્વીક સત્ય હતું પણ આમ સમાજ શું એકમેકને ખાય જશે? શું તેનો વિનાશ માનવ પોતેજ કરશે? શું આ વિનાશના બીજને સામાજિક વર્ગીકરણ વધુ પોષણ પૂરું પાડે છે?

        બધું વમળ સહીત ભીતર પેટાળમાં જતું રહેવાનું હતું, ત્યારે ધન્વંતરિ દેવે બધું સંભાળી લીધું. બધું સુવ્યવસ્થિત કર્યું અને સમુદ્રમાં પાછા નિરાશ થઇ, કઈ પણ કહ્યા વગર ચાલ્યા ગયા.

        પણ તે ખુરશીનું શું થયું? એવો પ્રશ્ન લોકોના મનમાં જાગ્યો. હવે વામપક્ષી અને જમણેરી બંને જૂથ એક થઇ ગયા હતા. એક બીજાથી માફી માંગી તેઓ આગળ વધ્યા, જોયું તો દૂર એક નારંગી રંગનો પ્રકાશ દેખાતો હતો. પાસે જઈ જોયું તો એક વૃધ્ધ માણસ તાપણું સળગાવી બેઠો હતો.

        “આવો, બેસો અહીં. ઘણી ઠંડી છે, નહિ? બાળવા માટે લાકડા ન હતા, આ ખુરશી વચ્ચે મળી આવી તો વિચાર્યું આને જ તોડીને સળગાવું. હવે તો થોડી હૂંફ છે, નહિ તો જાને હું થીજી જ ગયો હતો. આ તો ભીની થઇ ગઈ હતી, મેં સાફ કરી, નુંછી પછી જ આ તાપણું શક્ય બન્યું. શું થયું? કેમ આમ મૂંગા ઉભા છો? આવો થોડી ગરમી તમે પણ લઇ લો.”

        બધાની નજર નામી અને તે સળગતા તાપણામાં જાણે પોતાના અહંકાર બાળીને રાખ કરી રહ્યા હોય તેમ મનમાંને મનમાં ઈશ્વરથી પ્રાર્થના કરી કે હવે પછી આવા વિચિત્ર પ્રયોગો ધરતી પર ન થાય. બધાએ તે તાપણામાં પોતાનું જૂનું વ્યક્તિત્વ હોમી દીધું અને નવા મનુષ્ય બનવાની શરૂઆત કરી. હા, એક નવી જ દુનિયાની શરૂઆત કરી. આ વખતે પણ સૂરજ આળસ કાર્ય વગર ઉઠ્યો અને જાગૃત મનુષ્યને નવું તેજ આપ્યું. નવો દિવસ આપ્યો, નવું ભવિષ્ય આપ્યું…

— દિગંત સુરતી

જયારે, સાચું સમુદ્ર મંથન ઘણા જીવન અંગેના ગુણધર્મો શીખવી જાય છે. સમુદ્ર મંથન એ હિંદુ પૌરાણિક કથા છે. વિષ્ણુ ભગવાન અને અન્ય દેવો તેમજ દાનવોના રાજા બલી અને અન્ય દાનવોએ મળી વાસુકી નાગને મદરાંચલ પર્વત ફરતે લપેટી સમુદ્ર મંથન કર્યું હતું જેમાં 14 રાતનો મળી આવ્યા હતા.

1. કાલકૂટ વિશ
2. કામધેનુ ગાય
3. સાત ઘોડા
4. ઐરાવત હાથી
5. કૌસ્તુભ મણિ
6. કલ્પવૃક્ષ
7. રંભા અપ્સરા
8. દેવી લક્ષ્મી
9. વારુણી દેવી
10. ચંદ્ર
11. પારિજાતાનુ વૃક્ષ
12. શંખ
13. ધન્વંતરિ દેવ
14. અમૃત કળશ

        આમ દરેક રત્નોના અર્થ છે અને તે અર્થને ગુણધર્મો તરીકે જીવનમાં અપનાવી આગળ વધી શકાય છે. સમુદ્ર મંથન વિષેની માહિતી માટે નીચે આપેલી લિંક પર જરૂર જજો.

http://en.m.wikipedia.org/wiki/Samudra_manthan
http://youtu.be/Quy-3m-Y6Yw

 

આ વાર્તા વાંચવા તમારો ખુબ ખુબ આભાર
આવીજ વાર્તાઓ લઇ હું ફરી આવીશ.

 

મારી વાર્તા “તોરણે બાંધ્યા તારા” પણ વાંચો.
વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો,
https://digantsurti.wordpress.com/2017/06/11/%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE/

 

મારી લઘુકથા ‘મહાનુભાવો મચ્છરો’ પણ વાંચો.
વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો,
https://digantsurti.wordpress.com/2016/10/06/%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%AD%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%B0%E0%AB%8B/

 

મારી લઘુકથા ‘પુસ્તકાલય’ પણ વાંચો.
વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો,
https://digantsurti.wordpress.com/2017/06/11/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF/

 

હવે મારો બ્લોગ ત્રણ ભાષામાં ઉપલ્ભધ – આપણી માતૃભાષા ગુજરાતી તો ખરીજ પણ ત્યાર બાદ હવે હિન્દી અને અંગ્રેજીમાં પણ.
http://www.digantsurti.wordpress.com

 

વાંચતા રહો…

તમારા બીજા ગુજરાતી મિત્રોને પણ આ વાર્તા જરૂર મોકલો.
શેર, કોમેન્ટ, લાઈક જરૂર કરો.
ધન્યવાદ

— દિગંત સુરતી

 

 

SD                                                                                                                                                                             D.J.Surti

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s