. પુસ્તકાલય .

    એક અજ્ઞાની માણસ અજાણ હતો કે પુસ્તક માટે એક સંગ્રહાલય પણ હોય જેને પુસ્તકાલય કહેવાય. દેખાવડો, મુખરેખ વિદ્ધવાન જેવી, સાદો પહેરવેશ પણ બસ ઉપરનું માળખું ખાલી.

    ચોકીદારને પણ સમજાય કે એક અજ્ઞાની, જ્ઞાનના તંબુમાં આવ્યો છે. અંદર પગ મુકતાની સાથે એક વિચિત્ર વાસ નાકમાં પ્રકારે પેસી ગઈ કે મગજ સુધી પહોંચતા વાસ, સુવાસ બની ગઈ. તે સુવાસ હતી જુના ચોપડા, ગ્રંથો, શબ્દોથી ઉભરાતા પાનાઓની. તે અજ્ઞાની આગળ વધ્યો

    પગ જાણે થીજી ગયા હોય તેમ, અવાક આંખોથી, બેભાન શરીરના જાગૃત તંતુઓથી, ધૂળમાં દબાયેલા મગજને થોડું ખંખેરી જોયું તો એક વિશાળકાય પારદર્શક કબાટમાં અગણિત પુસ્તકો સુવ્યવસ્થિત ગોઠવાયેલા હતા.

    તેણે નિરીક્ષણ કર્યું, ઘણા લોકો કબાટમાંથી પુસ્તકો લઇ જતા હતા તો કેટલાક કબાટ પાસેના મેજ પર પુસ્તક ખોલી તેમાં ડૂબ્યાં હતા. અજ્ઞાનીએ કબાટ ખોલ્યું, તેમાં પોતાની નિર્બળ કીકીઓ વડે જોયું, વાંચતા, લખતા આવડે માટે જેનું પૃષ્ઠ આકર્ષક લાગ્યું તે પુસ્તક ઊંચકી લીધું. હજુ તો પુસ્તક હાથમાં લઇ અડધો શ્વાસ લીધો હશે ત્યારેજ એક ખાદીધારી યુવાને અજ્ઞાનીનાં પીઠ પર શાબાશી આપતા કહયું, “વાહ! પુસ્તક પુસ્તક મેં ઘણા સમય પહેલા વાંચેલું, ખુબ સરસ છે, તમને પણ મઝા આવશે.” અજ્ઞાનીનાં હોઠો હડતાળ પર જતા રહ્યા. જીભે મૌન વ્રત ધારણ કર્યું અને અજ્ઞાનીનાં ચહેરા પરના મૂંગા ભાવો જોઈ તે યુવાન ગૂંચવણમાં પડી ચાલ્યો ગયો.

    અજ્ઞાનીને કઈ સમજાયું હોય પણ તમારા જાણ ખાતર કહું તો તે પુસ્તકનું નામ હતું, ‘બૂક્સ આર અવર ફ્રેંડ્સએટલેપુસ્તક આપણા મિત્ર છે‘.

    શું ખબર તેને સમજ હતી કે તે લખેલા અક્ષરોને સમજીને તેના પર વિચાર કરી શકે. તેણે દુઃખી થઇ પુસ્તક નિરુત્સાહથી ફરી ત્યાંજ મૂક્યું જ્યાંથી ઉત્સાહપૂર્વક લીધું હતું. તેણે પુસ્તકાલય મન મક્કમ કરી છોડ્યું. પુસ્તકાલયના દ્વાર પાસેના રસ્તા પર ભીખ માંગતા ગરીબ માણસ તરફ નજર ફરી.

    તે જોતાજ અજ્ઞાનીને અસંખ્ય વિચારો આવ્યા. જો પરિસ્થિતિ આવી હોત તો ભણી શક્યો હોત, જાણી શક્યો હોત કે ભારતની માટીમાંથી કેવા મહાપુરુષો અને વીરાંગનાઓએ જન્મ લઇ દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કર્યું છે, જાણી શક્યો હોત કે ભાષા કેટલી સુંદર છે, જાણી શક્યો હોત દરરોજ થતા તે રાજકારણ અને અર્થતંત્રના ફેરફારો. વાંચી શક્યો હોતલખી શક્યો હોતકાશ મારા પપ્પાને શાળાના વર્ગની બહાર બેસી ભણવું પડ્યું હોત, કાશ તે આજે મને ભણાવી શક્યા હોત.

    આજે તે અજ્ઞાનીને એવા મિત્રની શોધ હતી જે તેને તેના મૂળભૂત અધિકારો વિષે જાગૃત કરી શકે, એવા મિત્રની નહિ જે ફક્ત એક પુસ્તક રૂપે જ્ઞાન આપે. હજારો વર્ષો જે અમાનવીય શત્રુતા દાખવી તે શું જ્ઞાનથી ઉભરાતા એક પુસ્તકની મિત્રતાથી સંતોષાય? પ્રશ્નાર્થ ચિન્હથી તો બસ વિચારોનો આરંભ થતો હતો, અંત નહિ. તેને એક એવા મિત્રની શોધ હતી જે કલંક મટાવી શકે, તમસ મટાવી શકે.

    નિસ્તેજ, નિર્બળ, નિરાશ, નિર્ધન, હતાશ તેનું હૃદય હવે હળવું થયું હતું. પછી પણ હતોત્સાની વિશાળતા ક્યાંક ખાલી હૃદયના પેટાળમાં એક તેજ ઉત્પન્ન કરતી હતી. મન લાચાર હતું, અજ્ઞાનીને હવે જાણે ભાન હતું. તે બસ અપંગ ભિખારીના ખાલી દાનપાત્ર તરફ જોતો રહ્યો.

 

દિગંત સુરતી

વાર્તા વાંચવા તમારો ખુબ ખુબ આભાર

આવીજ વાર્તાઓ લઇ હું ફરી આવીશ.

મારી લઘુકથામહાનુભાવો મચ્છરોપણ વાંચો.

વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો,

https://digantsurti.wordpress.com/2016/10/06/%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%AD%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%B0%E0%AB%8B/

હવે મારો બ્લોગ ત્રણ ભાષામાં ઉપલ્ભધઆપણી માતૃભાષા ગુજરાતી તો ખરીજ પણ ત્યાર બાદ હવે હિન્દી અને અંગ્રેજીમાં પણ.

digantsurti.wordpress.com

વાંચતા રહો

તમારા બીજા ગુજરાતી મિત્રોને પણ વાર્તા જરૂર મોકલો.

શેર, કોમેન્ટ, લાઈક જરૂર કરો.

ધન્યવાદ

 

દિગંત સુરતી 

 

 

SD                                                                              D.J.Surti

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s