. શૈશવની ઋતુ .

પ્રભાતના પુષ્પો ખીલ્યા,

સૂર્યના તેજે દુનિયા પ્રજવલિત કરી,

સૂર્ય કિરણોએ મારી ચાદરના કિનારાને ચીરી દીધા,

અને સૂર્યકિરણ મારા આંખ પાર પડયું।

ભીની-ભીની આંખો ખોલી મેં સૂર્ય સામું જોયું.

આમ દિવસ મારો થયો શરુ.

હસસતું મુખ લઇ, મારા વટની વાટ લઈ, ડહાપણની દાઢ લઇ,

હું નીકળ્યો ઘરની બહાર, યાદોના બગીચામાં ફરવા.

શૈશવને માણવા અને જીવનના આ મૂલ્યવાન ફૂલ : શૈશવને સુંઘવા હું તરસી ઉઠયો.

 

શૈશવની ઋતુમાં નિઃસ્વાર્થ મન અને માસૂમિયતની મોટી મિલકતની માલિકી હાથમાંજ રાખી હતી અમે.

શૈશવની ઋતુમાં તો સજીધજીને શાળાના વર્ગમાં બેઠા હતા અમે.

રમકડાં અને અન્ય રમતો થી કળાબાજની જેમ રમ્યા હતા અમે.

અમારા મુખે ઉત્પન્ન થતા હાસ્યથી કોણ જાણે કેટલાઓને હસાવ્યા અમે.

અમારા આંસુઓના છલકારામાં કોણ જાણે કેટલાઓને ડુબાવ્યા અમે.

સૌને હસાવ્યા, રમાડયા, રડાવ્યા અને અલોકિક સુખ બીજાને આપતા આપતા શૈશવની ઋતુ ક્યાં પુરી થયી ગયી ન ખબર પડી મને.

 

હવે તો જમાનો બદલાયો છે. જમાના સાથે અમે પણ બદલાય છે.

શૈશવથી યૌવન ક્યાંથી ઉડી આવ્યું ન ખબર પડી મને.

કોલેજમાં કરામતો અને વર્ગમાં ડહાપણ કર્યું અમે.

ક્યાંક અદ્રશ્ય થયી ગયી રમતો ને ગાયબ થયી ગયા રમકડાં,

કમ્પ્યુટર ગેમ્સના શૌખીન બન્યા અમે.

શિક્ષકોને દુઃખી કાર્ય અને વડીલોને પણ.

યૌવનમાં છૂટ મળે તેનું સુખ હતું અને શૈશવની ઋતુ ચાલી ગયી તેનું દુઃખ હતું મને.

 

યૌવનાવસ્થા હોય કે વૃધ્ધાવસ્થા પણ માનવમાં રહેલું બાળક ક્યારેય જતું નથી એ વૈશ્વિક સત્ય જાણી શૈશવને યાદ કરું છું, શૈશવ માણવા જંખુ  છું, શૈશવની ઋતુ પાછી લાવવા માંગુ છું.

ભગવાનને પ્રાર્થના કરું છું કે શૈશવ પાછું આપીદો તમે.

 

દિગંત સુરતી

 

 

  • જીવનરૂપી બાગનું અમૂલ્ય અને ખુબ સુગંધી ફૂલ, જેની સુગંધ કાયમ રહે છે : શૈશવ (બાળપણ)

 

આ કાવ્ય વાંચવા તમારો ખુબ-ખુબ

આભાર!

 

  • 18માં જન્મદિવસની ખાસ આવૃત્તિ.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s