~: મહાનુભવી મચ્છરો :~

     શરદ પૂનમની રાતે બધી ગટરોમાં પાર્ટી હતી. મોટા મોટા મચ્છરોએ ત્યાં આવી ગટરની શોભા વધારી. મચ્છરો માટે આ રાત ઘણી મોટી રાત હતી. ચંદ્રપ્રકાશ ગટરે ગટરમાં પ્રસર્યો હતો ત્યાંજ આવા મોજીલા વાતાવરણમાં ગટરની કિનારી પર બેઠા બે મચ્છરો વાતો કરી રહ્યા હતા. બીજા મચ્છરો તો બસ કયું લોહી સર્વશ્રેષ્ઠ છે તેની ચર્ચામાંથી ઊંચા ન આવતા તો કેટલાક “માખી” નામક ફિલ્મમાં સુપર હિટ સ્ટન્ટના લીધે નામના મેળવનારી માખીની જ વાતો કર્યા કરતા. પણ આ બે મચ્છરો બધા કરતા અલગ હતા. તેમના પાસે અલગ રીતે વિચારવા માટેનું મગજ હતું. તેઓ મચ્છરની ઉત્તપત્તિ કેમ થયી તેના વિષે ઊંડાણપૂર્વક ચર્ચા કરી રહ્યા હતા.

     પહેલા મચ્છરે ચંદ્ર સામે જોતા બીજા મચ્છરને પૂછ્યું કે ‘’આપણે આ ચંદ્ર સુધી કેમ નથી પહોંચી શકતા? મનુષ્યો તો કઈ પણ કરી શકે છે તો આપણે કેમ નહીં?’’ આ સાંભળતાજ બીજું મચ્છર થોડું હસ્યું અને ત્યાંથી ઉડી ગયું, પહેલું મચ્છર નીરાશ થઈ મનગમતા સ્વાદનું લોહી પીવા ચાલ્યું ગયું.

    બીજા દિવસે તે બન્ને એડયુકેશનલ ટ્રીપ પર સાથે ગયા. ત્યાં તેમણે ઘણી દંતકથાઓ સાંભળી, સાહસી મચ્છરોની જેમણે મનુષ્યોને અણવીતરાં નામ વાળી બીમારીઓથી મારી નાખેલા. મલેરિયા, ડેન્ગ્યુ બન્ને બીમારીઓથી તે મચ્છરો પ્રભાવીત થયા. ટ્રીપ પતી પછી બીજા મચ્છરે કહ્યું, “મનુષ્યો મચ્છર નથી, તેઓ બધુંજ કરી શકે છે, પણ મેલેરિયા નથી ફેલાવી શકતા. જો તેઓ આવી બીમારીઓ ફેલાવવાની કળા જાણતા હોત તો મનુષ્યોએ તે કળાનો  દુરુપયોગ કરીને એક બીજા પર, એક બીજા દેશ પર અજમાવીને સંહાર કર્યો હોત.”

     પહેલા મચ્છરે કાન ખોલી આ વાત સાંભળી. આંખો ખોલી જોયું તો મનુષ્યોએજ વસાવેલા આ શહેરની ગંદગી, ગટરો, ગંદા પાણીના ખાબોચીયાંઓ, કુંડના નીચે રહી ગયેલા પાણીને કારણે અને અન્ય કંઈ એવા સ્થળ જ્યાં મનુષ્યોના કારણે પાણી જમા થયું હતું, તેના કારણે જ તો મચ્છરોની ઉત્પત્તિ શક્ય બની છે. જો મનુષ્યો ન હોત તો મચ્છરો પણ ન હોત. તાજું ને સારું એવું લોહી પણ આપણને મનુષ્યો પાસેથીજ મળ્યું છે. મનુષ્યો જેવા પ્રાણી આમ તો વેડફવામાં માને પણ જો સંગ્રહ કરે અને તેનાથી આપણા જીવોનો જન્મ થાય તો ઈશ્વર નહિ મનુષ્યોજ આપણા સર્જક કહેવાય. આ બધી વાત તે પહેલા મચ્છરને સમજાયી અને બીજા મચ્છરને પછી સમજાવી.

     “પણ શું કરવું, મનુષ્યો પોતાના રસ્તે દોડે તો આપણે પોતાની હવામાં ઉડીયે છીએ. મનુષ્યો એ આપણું સર્જન કર્યું ને હવે અવનવી પેસ્ટ-કન્ટ્રોલની દવાઓ છાંટી-છાંટીને આપણા મિત્રોનો જ નાશ કરે છે. આપણે મનુષ્યોને માન આપવું જોઈએ પણ આખરે તો આ જગત ‘સર્વાઇવલ ઓફ ઘી ફિટેસ્ટ’ ના ગુણધર્મ પર ચાલે છે. આપણે પણ જીવવું તો છે જ.” ગર્વ અને નિરાશા, આજ્ઞા અને જિજ્ઞાસા જેવા વિવિધ ભાવોથી તે બીજો મચ્છર એક શ્વાસમાં આ બધું બોલી ગયો.

     તે બીજો મલેરિયા ફેલાવવા વિદેશ જતો રહ્યો તો તેના મિત્ર ઉપરયુક્ત વાક્યને લઈને હજી મૂંઝવણમાં છે. પહેલા મચ્છરે લોહી નહિ પણ પાણી પર આખું જીવન વિતાવ્યું છે, એક પણ મનુષ્યનું લોહી તે વખત પછી ચૂસ્યું નથી પણ તે પેલા મિત્ર મચ્છરની યાદમાં ને યાદમાં દર વર્ષે ચોમાસામાં નિર્માણ થતા મચ્છરો સાથે મળી ડેન્ગ્યુ ફેલાવ આંદોલનોમાં ભાગ લે છે. લોહી નથી ચૂસતો પણ બીમારી કઈ રીતે ફેલાવવી અને તે બીમારીને વધુ હાનિકારક અને જાનલેવા કઈ રીતે બનાવવી, એક અસરકારક ડેન્ગ્યુ ફેલાવનાર મચ્છર કઈ રીતે બનવું તેના પર પ્રભાવશાળી ભાષણો આપે છે.

     મનુષ્યો પણ ખરા છે, વિભિન્ન નામના મચ્છરો વિષે માહિતી મેળવી પ્રોજેક્ટ બનાવે છે પણ ‘મચ્છર’ જેવા નાનકડા પણ પ્રાણઘાતક જીવ માટે ઘણું કરે છે. દવાઓ છાંટવાનો વારો તો પછી જ આવે, પહેલા તો આ હાથની પાનીઓ જ સંહારલીલા સર્જે છે.

     એક લાખ કરતા વધુ મનુષ્યો મલેરિયાથી પીડાય છે. શું ખબર મચ્છરો પણ મનુષ્યો કરતા ઓછા નથી. સર્જક પણ આપણે જ છીએ હવે સંહાર પણ આપણાથી જ થશે. બસ ફરક એટલો છે કે સર્જક અને વિનાશક વચ્ચેનો તફાવત મહાનુભવી મનુષ્યો કરતા મચ્છરો વધું સારી રીતે સમજાવી શકે છે.

દિગંત સુરતી

 

આ વાર્તાનો વિડિઓ જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો,

મારી લઘુકથા ‘પુસ્તકાલય’ પણ વાંચો.

વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો,

https://digantsurti.wordpress.com/2017/06/11/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF/

 

મારી વાર્તા/નવલિકા ‘તોરણે બાંધ્યા તારા’ પણ વાંચો
વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો,

https://digantsurti.wordpress.com/2017/06/11/%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A3%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE/

 

હવે મારો બ્લોગ ત્રણ ભાષામાં ઉપલ્ભધ – આપણી માતૃભાષા ગુજરાતી તો ખરીજ પણ ત્યાર બાદ હવે હિન્દી અને અંગ્રેજીમાં પણ.

digantsurti.wordpress.com

વાંચતા રહો…

તમારા બીજા ગુજરાતી મિત્રોને પણ આ વાર્તા જરૂર મોકલો.

શેર, કોમેન્ટ, લાઈક જરૂર કરો.

ધન્યવાદ

દિગંત સુરતી 

SD                                                                                          D.J.Surti

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s