. અભેદરેખા .

હું તને અનુભવી શકું છું, ઓળખી શકું છું, બસ તને સમજી નથી શકતો

હું તને નવા નામે સંબોધી શકું છું, તારી ઉપસ્થિતિની અનુભૂતિ કરી શકું છું, બસ તને સ્પર્શી નથી શકતો.

તું કોણ છે તે હું સ્પષ્ટ રીતે જાણું છું. તારું નામ પણ ખબર છે, બસ હું તારા શરીરમાંથી આવતી તે વિશ્વાસની મીઠી સુવાસનું સરનામું નથી જાણતો.

ક્યાં થી આવે છે તું?  શું તેજ ઉજ્જવળ ઉંબરો ઓળંગીને જે મારી સમજણ અને તારા વૈભવની વચોવચ છે? શું ખબર તું શા માટે મને આટલી ગમે છે, મારા અંગેઅંગના તંતુઓ જાણે છે કે તું આટલી પ્રેમાળ છે. શું આજ પ્રેમ છે?

હું તો બસ નવા સૂર્યકિરણની રાહ જોનારું એક લીલું પાંદળું ને તું તો છલોછલ બની પ્રેમરસનો મલ્હાર વરસાવતી વાદળી.

શું આજ આપણો મેળાપ છે જે આજે ફૂલો હસી પડ્યા ને હર્ષોલ્લાસના સ્વપ્નો ખીલી ઉઠ્યા.

હું તને જાણું છું, સમજુ છું, ઓળખું છું, પણ બસ એજ નથી જાણતો કે આખરે આપણે એક કેમ નથી જે આ સમસ્તને કહી શકીએ કે તું અને હું બન્ને સમાનર્થી છીએ.

તું ખરા અર્થમાં જાણે છે કે આ શું છે. પ્રેમ નહિ પણ લાગણીઓ અને મંતવ્યો વચ્ચેની એક પાતળી ભેદરેખા.

કદાચ તે રેખા અવિભાજ્ય છે. આપણે અવિભાગ્ય છીએ. આપણો અર્થ અભેદીય છે.

કદાચ આપણે એકજ છીએ ફક્ત આપણા નાના નામો આગળ રહેલા વિશેષણો ને અલંકારો અલગ છે.

આપણે તો સાચ્ચા સાથી છીએ. હું ઓળખાતો નથી ને તું વખણાય છે, વિશ્વાસ આપણા પિતા અને બીનશર્તી લાગણી આપણી જનની છે. આજે હું તને જાણું છું અને પોતાને સમજુ છું;

સાથે તો આપણે જન્મો રહીશું બસ આ જીવનમા હું છું અજાણ પ્રેમ અને તું છે જાણીતી મૈત્રી.

દિગંત સુરતી

Advertisements

2 thoughts on “. અભેદરેખા .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s