~ આભ આંગણે ~

ઘરની અધખુલ્લી બારીમાંથી આખું જગ દેખાતું હતું. નાના હરિત પાનો હવાની લેહરો સાથે રમી મીઠી ધ્વની ઉત્પન કરી રહ્યા હતા. સર્વત્ર સુકાયેલી જમીન હતી. ધૂળના રજકણો ધરતી પર હઠ કરી બેઠા હતા. ઘરનો દરવાજો બંધ રહી બહારની દુનિયાને, ઘરનો એકાંત દર્શાવી રહ્યો હતો, આંગણાથી વાળા સુધી શાંતિ હતી અને એક વિચીત્રપના થી ભરેલું સુમસામ તે ઘરની દીવાલો પર વીતેલા સમયની યાદો વસેલી હતી. રંગબેરંગી પડદાઓ ખુલા હતા અને નજરો અધખુલી બારી માંથી વાદળી આભને તાકી રહી હતી.

આંખોની કીકીઓ કામોઅન અનુભવતી હતી. સૌન્દર્યથી ચળકતું એક તેજસ્વી દ્રશ્ય નેત્રપટ પર પડ્યું. ઈશ્વરની ઝીણવટથી કરેલી કળા સંપૂર્ણ રીતે નૈની થી નાની વસ્તુઓનો મોતામાંમોતો અર્થ સમજાવી શક્તિ હતી.

પાપણો સ્થિર હતી. નેત્રોમાંથી વિભુ ઝરતો હતો. એમ લાગતું હતું જાણે આકાશનો સફેદ રંગ આંખોમાં વસી ગયો છે અને આભમાં વરસમાં તત્પર રહેલા ઝાંખા કાળા વાદળાઓએ તે શ્વેત ભાગની વચ્ચે રહેલી સ્પષ્ટ અને સચોટ, ગોળ આકારની કીકીઓનો રંગ લઇ લીધો છે.

ધ્રુજારી અનુભવાઈ, એક પવનના જોરદાર સુસ્વતાથી વૃક્ષોના પાન ધ્રુજી ઉઠ્યા.થડો સ્થિર રહી પોતાના જમીનના ઊંડાણમાં રહેલા મૂળોની રક્ષા કરતા હતા. જમીન પર આરામ કરતી ધૂળ અંતે ઉડી અને નાના વંટોળ બનાવી ફરી બેસી ગયી.

અમૃત સમા મીઠા જળથી છલોછલ એક નાનકડું ટીપું આખરે ગર્વથી છલકાઈ બહાર આવ્યું. તે એક બિંદુ સ્પષ્ટ પારદર્શકતા ધરાવતું હતું. વિશ્વનો રૂડો વ્યવહાર અને દંભનું પ્રતિબિંબ તેમાં દેખાતું હતું. પ્રતિબિંબ મેલું હતું પણ સ્પષ્ટ, સચોટ અને સાચી વાત કેહતું હતું. વાદળોની ક્રુરતાથી લડતું ઝગડતું નીચે આવતું ગયું. પાવનdharti પર પોતાની ભીનાશને પાથરવા, ઉત્સુકતાથી દોડતું રહ્યું, પડતું રહ્યું અને તે ટીપું છેવટે જમીન પર અડકાયું. જોતજોતામાં શોષાય ગયું.

આખરે આભ ફાટ્યું, ભીનાશથી ભરેલી તે આંખો માંથી અસંખ્ય અમીબિંદુ ઝર્યા, આંસુ બની પોતાના અસ્તિત્વનો અધિકાર પામવા રુક્ષ ગાળો પરથી નીચે પડ્યા અને વખત વિતતા સુકાયા.

વાદળો ખસ્યા અને તેજ દેખાયું। દિવ્ય ભાનુ તાજો, કુમળો તડકો આપી સાથે એક સંદેશ આપી રહ્યો હતો,”અંધકાર ભલે રોજ આવે, આવેછે કિરણો મારા; તમે મનુષ્યો મથ્યા કરો, પણ કામ કરો સારા.” અંતે છવાયેલો ઉજાસ દીવ્યાશામાં પલટાયો. ગગનની ભવ્યતા તે સુક્ષ્મ ચ્ક્શુઓથી ઝીલાઈ ગયી.

બધું શાંત પડ્યું હતું, સ્થિર તઃયું હતું. પાંદડા શરમાયા અને નવી હરિયાળીથી ચમકી ઉઠ્યા. ઉલ્લાસપૂર્વક નવી વર્ષાઋતુના બીજા તાંડવોને જોવા તલપાપડ થયી રહ્યા.

ઘરમાં ઠંડક પ્રસરાઈ, માટીની ભીની મહેક મનોરમ હતી અને એવી એ મનમોહક હતી કે માગના થયી જવાય. હું સ્તબ્ધ થયી ઉભો હતો અટરીના એક ખૂણામાં. ધીમો પંખો ફરી રહ્યો હતો અને પાડોશીનો રેડીઓ સંભળાતો હતો. લોકોનું ધીમું ગણગણ કને પડતું હતું. પણ મારું મન રાહ જોતું રહ્યું અને કેહ્તું રહ્યું, ફરી આવશે, જરૂર આવશે તે આનંદિત ઋતુ, સદાબહાર વર્ષા. આભ આંગણે આવી ઉભું રહશે, વાદળો હર્ષોલ્લાસમાં ગરજશે અને આપણે મનુષ્યો, તે આપણી સુક્ષ્મ, નાનકડી, શ્વેત, તેજસ્વી, સુંદર આંખોથી આ સુકા જગતમાં ભીનાશ શોધશું અને ફરી સુકા દૃશ્યો નિહાળશું તેજ ભીની ભીની આંખોથી.

 

                                                                                                                                 – દિગંત સુરતી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s